About


સ્પર્ધાત્મક પરીક્ષાઓના આ યુગમા દરેક વિદ્યાર્થીએ કરંટ અફેર્સ/સાંપ્રત પ્રવાહોના સતત સંપર્કમા રહેવુ જ પડે છે અન્યથા તેણે સ્પર્ધામાથી બહાર ફેંકાઇ જવાની તૈયારી રાખવી પડે છે. સાંપ્રત પ્રવાહોના સંપર્કમા રહેવા માટે વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે જેમકે ટી.વી. સેટ જોઇ અથવા તો સમાચાર પત્ર વાંચીને કરંટ અફેયર્સના સંપર્કમાં રહી શકાય પરંતુ હાલના સમયમા પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે આ બન્ને માધ્યમોમાં જાહેરાતો તથા અન્ય બિન-જરુરી સમાચારોને લીધે સમયનો વ્યય થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને આ પ્રકારનો સમયનો વ્યય કોઇપણ સંજોગોમાં પરવડે નહી. ટી.વી. તથા સમાચાર પત્રો સિવાય અન્ય માધ્યમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મેગેઝીન છે પરંતુ આવી મેગેઝીનની સામગ્રીમાં સચોટતા જોવા મળતી નથી. આ પ્રકારની મેગેઝીનોમાં એક અંકમાં ઓછામા ઓછી 12 થી 15 ભુલો જોવા મળે છે, આંકડાઓમાં પણ ઘણી વાર ભુલો હોય છે તેમજ અદ્યતન હોતા નથી. સમાચાર પત્રોમાં ઘણીવાર અગત્યના સમાચારો છાપવામા આવતા જ નથી જેમકે આંતરરાષ્ટ્રીય સ્તરે સાર્ક સંમ્મેલન અથવા કોઇ દેશોની બેઠક (જેમકે G-20) મળી હોય ત્યારે આ પ્રકારના સમાચાર ગુજરાતી સમાચાર પત્રોમાં અને જાણીતા પ્રકાશનોના મેગેઝીનમાં મોટા ભાગે જોવા મળતા નથી. પરીક્ષાની દૃષ્ટિએ આ વિગતો એક વિદ્યાર્થી માટે ખુબ જ જરુરી હોય છે. અમુક જાણીતા મેગેઝીનોમા આંતરરાષ્ટ્રીય સમાચારો તેમજ અન્ય રાજ્યોની રાષ્ટ્રીય કક્ષાની માહિતીઓ, કે જે પરીક્ષા માટે ખુબ જ જરૂરી હોય છે, છાપવામા આવતી નથી.

ઉપરોક્ત પરિસ્થિતિનો તાગ મેળવી ગુજરાતી ભાષામાં એક સંપૂર્ણ ઇ-મેગેઝીન બનાવવાની ઘણા સમયથી મારી ઇચ્છા હતી પરંતુ સમયના અભાવે એ શક્ય બની શકતુ ન હતુ પરંતુ હવે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ગુજરાતના વિદ્યાર્થીઓ જાગૃત બન્યા છે અને ગુજરાત રાજ્યમાં તેમજ કેન્દ્ર સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે આ મેગેઝીન પ્રકાશિત કરવુ ખુબ જ જરુરી બની ગયુ હતું. તેથી Monday Musings નામનુ આ મેગેઝીન પ્રકાશિત કરવાનું આજ તા. 14 May, 2012ના રોજ નક્કી કરવામાં આવ્યું છે. Monday Musings નામનો અર્થ “સોમવારના વિચારો” એવો થાય છે. મેગેઝીનના નામ અનુસાર આ મેગેઝીન દર સોમવારે પ્રસિદ્ધ કરવામા આવે છે.

Monday Musings મેગેઝીનમા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા ગુજરાત, ભારત તથા વિશ્વના સમગ્ર સમાચારોને આવરી લેવામાં આવે છે. આ સમાચારોની ગુણવત્તા અન્ય ગુજરાતી મેગેઝીનો કરતા વધુ સારી બનાવવાનો નમ્ર પ્રયાસ કરાયો છે અને સદભાગ્યે તેમા સફળતા પણ સાંપડી છે. આ મેગેઝીનમા આપવામા આવતા સમાચારો UPSC, GPSC, Police Sub Inspector, SSC Exams, Panchayat Board’s Exam, Gujarat Gaun Seva Pasandgi Mandal’s Exam સહિતની તમામ પરીક્ષાઓ માટે ખુબ જ અગત્યના હોય છે. એ વાત પર ખાસ ધ્યાન આપજો કે અન્ય પ્રકાશનો અને મેગેઝીનોની જેમ અહી “UPSC” શબ્દ ફક્ત લખવા પુરતો નથી લખ્યો પરંતુ Monday Musingsમાં UPSC લેવલની પરીક્ષામાં ઉપયોગી થાય તે પ્રકારના સમાચારો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

હાલ આ મેગેઝીન ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ સમાચાર પત્રો, રાષ્ટ્રીય કક્ષાના સમાચાર પત્રો તેમજ અમુક અંગ્રેજી સમાચાર પત્રને પણ આવરી લે છે તેમજ ખાસ વાત એ છે કે મેગેઝીનમા ફક્ત અને ફક્ત પરીક્ષાલક્ષી સમાચારો જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાય તે પ્રકારની “વાર્તાઓ” તેમજ નકામાં લેખો છાપવામાં આવતા નથી.

Monday Musings મેગેઝીનના વિભાગો:

Editorial: એડિટોરિયલ એ Monday Musings મેગેઝીનના તંત્રી તરફથી દરેક અંક સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવતો સંદેશ અથવા તો અગત્યની વિદ્યાર્થીઓને જાણવાલાયક કોઇ અગત્યની વાત હોય છે.
Current Issue: આ વિભાગમાં હાલનો અંક એટલે કે ગયા અઠવાડિયાના સમાચારો હોય છે. મેગેઝીન દર સોમવારે પ્રસિદ્ધ થાય છે તેથી તેમાં છેલ્લા સોમવારથી લઇ અને રવિવાર સુધીના સમાચારો / કરંટ અફેયર્સ હોય છે.

MM Special: આ વિભાગને સમાચારપત્રોમાં આવતી પુર્તી સાથે સરખાવી શકાય. આ વિભાગ દ્વારા દર અંક સાથે ખુબજ નાની પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી એવી વાંચન સામગ્રી / સ્ટડી મટીરિયલ આપવામાં આવે છે.

Online Test: આ વિભાગ એ વિદ્યાર્થીની પરીક્ષા લેવાનો વિભાગ છે. હાલના અંક પહેલાનો જે અંક હોય તે સમાચારોને ધ્યાને રાખી આ ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાલનો ચાલુ અંક જો 15 નંબરનો હોય તો તેની સાથે જે ટેસ્ટ ઉપલબ્ધ થશે તે અંક નં 14માંથી બનાવવામાં આવી હશે. આ ટેસ્ટ આપ્યા બાદ વિદ્યાર્થીઓને તેઓના વિગતવાર માર્ક્સ અને સાચા જવાબો અમુક કલાકોમાં અથવા તો રાત્રે 11.30 વાગ્યા સુધીમાં ઇમેઇલમાં મોકલી આપવામાં આવે છે. વિદ્યાર્થી ઇચ્છે તો 14 નંબરનો અંક સામે રાખીને ટેસ્ટ આપી 100% માર્ક્સ મેળવી શકે છે :-) પણ જો વિદ્યાર્થીએ પોતાનું સાચુ મુલ્યાંકન કરવું હોય તો જે-તે સમયે પ્રસિદ્ધ થયેલ અંકને ત્યારે જ વાંચી અને ટેસ્ટ ઉપલબ્ધ થયે જવાબો આપવા જોઇએ જેથી પોતે સ્પર્ધામાં ક્યાં છે તેનો ખ્યાલ આવે. વિદ્યાર્થીઓને આ તકે જણાવવાનું કે તેઓને ટેસ્ટમાં મળેલ માર્કસની વિગતો ફક્ત તેઓના ઇમેઇલમાં જ મોકલવામાં આવે છે, અન્ય કોઇપણ વ્યક્તિ આ માર્ક્સ જોઇ શકતું નથી.

Archives: આ વિભાગ Monday Musings મેગેઝીનનો ખુબજ અગત્યનો વિભાગ છે કારણ કે અમુક કારણોસર જો કોઇ વિદ્યાર્થી આ મેગેઝીનનો કોઇ અંક જોઇ શક્યો ન હોય તો આ વિભાગમાંથી તે Monday Musingsનો કોઇપણ જુના અંક ડાઉનલૉડ કરી શકે છે. આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ Monday Musingsના દરેક અંકના સમાચાર, MM Special અને જુની ઓનલાઇન ટેસ્ટ વગેરે ફાઇલોને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકે છે.

મને પુરેપુરી આશા છે કે આ મેગેઝીન વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી થશે તેમજ વિદ્યાર્થીઓએ કરંટ અફેયર્સ સાથે જોડાઇ રહેવા આ મેગેઝીન સિવાય બીજી કોઇ સામગ્રીનો ઉપયોગ ન કરવો પડે તેવા મારા પ્રયાસો રહેશે. Monday Musings મેગેઝીન બાબતે આપનાં કિંમતી પ્રતિભાવો અને સૂચનો હંમેશા આવકાર્ય છે, આપનો પ્રતિભાવ Feedback ફોર્મ પર આપી શકો છો.

Monday Musings eMagazine: Launched on: 14 May, 2012 Monday (06:14 PM)