- તેઓએ આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે કવળાં સાસરિયાં, જેસલ તોરલ,દાસી જીવણ વગેરે સંગીતિકાઓમાં દીનાબહેને સ્વર આપ્યો હતો.
- આ ઉપરાંત સવા બશેરનું મારું દાતરડું, કચ્છમાં અંજાર મોટા શેર છે, મોરબીની વાણીયણ મચ્છુ પાણી જાય જેવા યાદગાર ગીતો દીના બહેને હેમુભાઈ ગઢવી સાથે ગાયેલ છે.
- તેઓ વર્ષ 1955 થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર અને ત્યારબાદ આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિ વિભાગમાં ફરજ બજાવી હતી.
