- નેપાળ દ્વારા ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ - SJVN ને નેપાળમાં બીજો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી.
- SJVN હાલમાં પૂર્વ નેપાળમાં અરુણ નદી પર 900 MW અરુણ-3 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવી રહી છે જે વર્ષ 2024માં પૂર્ણ થવાની સંભાવના છે.
- પૂર્વ નેપાળમાં 669 મેગાવોટ લોઅર અરુણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ સાથે કરાર કરવામાં આવશે.