- આ વર્ષના આયુર્વેદ દિવસની ઉજવણીની થીમ 'Ayurveda for One Health' જે માનવ, પ્રાણી, વનસ્પતિ અને પર્યાવરણીય સ્વાસ્થ્યના આંતરસંબંધ દર્શાવે છે.
- આયુર્વેદ દિવસ 2023 માટે 'દરેક Ayurveda for everyone on every day' ટેગલાઈન રાખવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય પ્રત્યે સર્વગ્રાહી અભિગમને પ્રોત્સાહન આપવાનો છે.
- થીમ ત્રણ મુખ્ય ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યા છે જેમાં ખેડૂતો માટે આયુર્વેદ, વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ અને જાહેર જનતા માટે આયુર્વેદનો સમાવેશ થાય છે.
- આયુર્વેદના ફાયદાઓ વિશે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોને જાગૃતિ લાવવા અને શિક્ષિત કરવા માટે મહિનાભર ચાલનારી આયુર્વેદ દિવસની ઉજવણીની રચના કરવામાં આવી છે.
- આયુષ મંત્રાલય હેઠળની Central Council for Research in Ayurvedic Science (CCRAS), 2023 માં આયુર્વેદ દિવસના કાર્યક્રમો માટે સંકલન એજન્સી તરીકે સેવા આપશે.