- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 'Meri Ganga Meri Dolphin 2023' ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. જેનો ઉદ્દેશ્ય રોજગારીની તકો ઊભી કરવા, વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નદીઓ અને તળાવોની શુદ્ધતા જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
- Gangetic dolphins એ ગંગા, યમુના, ચંબલ, ઘાઘરા, રાપ્તી અને ગેરુઆ જેવી નદીઓમાં જોવા મળતી અનન્ય અને ભયંકર પ્રજાતિ છે.
- તેઓ પાણીની ગુણવત્તા પ્રત્યેની તેમની સંવેદનશીલતાને કારણે નદીના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સૂચક તરીકે સેવા આપે છે, જે તેમના સંરક્ષણને ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બનાવે છે.
- ઉત્તર પ્રદેશમાં Gangetic dolphins ની અંદાજિત વસ્તી હાલમાં 2000ની આસપાસ છે.
- 'મેરી ગંગા મેરી ડોલ્ફિન 2023' ઝુંબેશ એ Gangetic dolphinsને બચાવવા માટે એક વ્યાપક પહેલ છે જેના ભાગ રૂપે World Wide Fund for Nature (WWF) અને વન વિભાગની ટીમો દ્વારા GPS ટેક્નોલોજીની મદદથી ડોલ્ફિનની વસ્તીની ગણતરી કરવામાં આવશે જેમાં મુઝફ્ફરપુર બેરેજથી સમગ્ર નરોરા બેરેજ સુધી વિસ્તરેલી ગંગા નદીના કાંઠે ડોલ્ફિનની વસ્તીની ગણતરી કરવામાં આવશે.
- આ અભિયાનમાં ડોલ્ફિનની ગણતરી કરવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે તેમાં બે ટીમો સામેલ રહેશે. દરેક 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરશે, તેમની વચ્ચે 10 મિનિટનો અંતરાલ રહેશે.
