- ગુજરાતમાં આ પ્રકારના કુલ 86 વન બનાવવામાં આવનાર છે જે જાપાનની મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવશે.
- આ તમામ વન એકથી દોઢ હેક્ટર વિસ્તાર ધરાવતા હશે તેમજ કુલ 100 હેક્ટર જમીન પર બનાવાશે.
- આ પ્રકારના વન બનાવવામાં હેક્ટર દીઠ રુ. 25,000નો ખર્ચ થશે.
- અત્યાર સુધી ગુજરાતમાં બનાવાયેલ વન મહોત્સવ દરમિયાન એક હેક્ટર વનમાં વધુમાં વધુ 1,500 રોપાં લગાવાયા છે જ્યારે વન કવચમાં એક ચોરસ મીટરમાં એક એવા 10,000 રોપાં એટલે કે કુલ 100 હેક્ટર વિસ્તારમાં 10 લાખ રોપાં ઉગાવવામાં આવશે.