કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

  • તેઓની આ ધરપકડ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર કરેલ એક ટિપ્પણી માટે કરવામાં આવી છે. 
  • નારાયણ રાણે કેન્દ્ર સરકારના Micro, Small and Medium Enterprises (MSME) મંત્રાલયના મંત્રી છે જેઓ અગાઉ ફેબ્રુઆરી,1999 થી ઑક્ટોબર, 1999 દરમિયાન મહારાષ્ટ્રના 13માં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 
  • નારાયણ રાણે પર પોલીસે કલમ 153 અને 505 અંતર્ગત ચાર્જ લગાવીને તેમની ધરપકડ કરી હતી. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સંસદનું સત્ર ચાલી ન રહ્યું હોય ત્યારે કેબિનેટ મંત્રીને તેણે કરેલા અપરાધ બદલ તેની ધરપકડ કરી શકાય છે. 
  • રાજ્યસભાના વિષયમાં રાજ્યસભાના કાર્ય સંચાલનના નિયમો અનુસાર આવી ધરપકડની માહિતી રાજ્યસભાના સભાપતિને આપવી ફરજિયાત છે તેમજ સિવિલ પ્રક્રિયા સંહિતાની કલમ 135 અનુસાર રાજ્યસભાના સાંસદોને સદન ચાલુ હોય તેના 40 દિવસ પહેલા અને સમાપ્ત થયાના 40 દિવસ બાદ સુધી ધરપકડમાંથી મુક્તિ અપાયેલ છે.
Narayan Rane


Post a Comment

Previous Post Next Post