- આ શોધ Carnegie Institution for Science ના ખગોળશાસ્ત્રી સ્કૉટ શેપર્ડ દ્વારા કરવામાં આવી છે.
- આ શોધમાં 2021 PH27 નામના એક ક્ષુદ્રગ્રહની શોધ કરવામાં આવી છે જે 113 દિવસમાં સૂર્યની એક પરિક્રમા પુરી કરે છે તેમજ અત્યાર સુધીમાં મનુષ્યોને જાણમાં હોય તેવી સૌથી નાની કક્ષામાં તે સૂર્યની પરિક્રમા કરે છે.
- આ ક્ષુદ્રગ્રહને પોતાની ધરી પર ફરવામાં 88 દિવસ લાગે છે.
- આ ક્ષુદ્રગ્રહ આકારમાં 0.6 માઇલ (લગભગ 1 કિ.મી.) છે જેના આકારના આંતરિક સૂર્યમંડળમાં લગભગ બહુ ઓછા ક્ષુદ્રગ્રહ છે. - આ ક્ષુદ્રગ્રહ સૂર્યથી એટલો નજીક છે કે તેની સપાટીનું તાપમાન 482 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે જે સીસાને ઓગાળવા માટે પર્યાપ્ત તાપમાન છે!
- આ ક્ષુદ્રગ્રહની કક્ષા અસ્થિર છે જે બુધ અને શુક્રની કક્ષાઓને કાપે છે તેમજ અમુક મિલિયન વર્ષો બાદ તે પોતાની આ અસ્થિર કક્ષાને લીધે જ તેનો વિનાશ થશે અથવા તે સૂર્ય સાથે જ ટકરાઇ જશે તેવી સંભાવના છે.
