કેન્દ્ર સરકાર દ્વારા E-Shram પોર્ટલ લોન્ચ કરવામાં આવી.

  • ઇ-શ્રમ નામની આ પોર્ટલમાં દેશના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકોનો ડેટાબેઝ બનાવાયો છે. 
  • આ પોર્ટલ દ્વારા સરકાર નેશનલ ડેટાબેઝ તૈયાર કરનાર છે જેના અંતર્ગત શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ ઇશ્યૂ કરાશે જેમાં તેઓ માટે 12 અંકનો યુનિક નંબર પણ હશે. 
  • આ પ્રકારનું ઇ-શ્રમ કાર્ડ સમગ્ર દેશમાં માન્ય રહેશે. 
  • આ પોર્ટલ પર દેશના 16 થી 59 વર્ષ સુધીના કોઇપણ શ્રમિકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 
  • આ પોર્ટલ પર ફક્ત અસંગઠિત ક્ષેત્રના લોકોનો જ ડેટાબેઝ બનાવાયો હોવાથી તેમાં EPFO અને ESIC નંબર ધરાવતા શ્રમિકો રજીસ્ટ્રેશન નહી કરી શકે. 
  • રજીસ્ટ્રેશન દરમિયાન સહાયતા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ટૉલ-ફ્રી નંબર 14434 પણ શરુ કરાયો છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા આ પોર્ટલ પર દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડ શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય છે.
e-Shram


Post a Comment

Previous Post Next Post