- આ દરવાજો નાસાના યાન ક્યુરિયોસિટી રોવર દ્વારા શોધાયો છે જે કોઇ ખડક કે પથ્થરોને કાપીને બનાવાયો હોય તેવું દર્શાવાઇ રહ્યું છે.
- નાસા દ્વારા ખુલાસો કરાયો છે કે આ દરવાજાના માપ વિશે હજુ કોઇ માહિતી નથી, બની શકે કે તે દરવાજો એકદમ બારીક હોય અથવા મોટો હોય.
- નાસા એ એવું પણ જણાવ્યું છે કે મંગળ ગ્રહ પર થતા અનેક ભૂકંપને લીધે આવી કોઇ રચના બની હોય તેવું પણ બની શકે છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 10 દિવસ પહેલા જ મંગળ ગ્રહ પર સૌથી વધુ તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5 મેગ્નિટ્યુડ જેટલી હતી.