- ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના (IAF) દ્વારા તાજેતરમાં 4- 14 જૂન દરમ્યાન અલાસ્કાના એઇલસન એરફોર્સ બેઝ પર આયોજિત એર કવાયત “રેડ ફ્લેગ 2024” માં ભાગ લેવામાં આવ્યો હતો.
- આ વર્ષે રેડ ફ્લેગની આ બીજી આવૃત્તિ હતી. આ કવાયત યુએસએએફ દ્વારા વર્ષમાં ચાર વખત યોજવામાં આવે છે.
- ભારતીય વાયુસેનાની પ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત, તરંગ શક્તિ-2024, ઓગસ્ટમાં યોજાશે, અને તેમાં નિરીક્ષક તરીકે કામ કરતા કેટલાક લોકો ઉપરાંત દસ દેશોની સહભાગિતા જોવા મળશે.
- આ કવાયત બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ ઑગસ્ટના પ્રથમ બે અઠવાડિયામાં દક્ષિણ ભારતમાં અને બીજી ઑગસ્ટના અંતથી સપ્ટેમ્બરના મધ્યમાં પશ્ચિમી સેક્ટરમાં યોજાશે.
- ભાગ લેનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.