- આ ફેસ્ટિવલની શરૂઆત નાગા હેરિટેજ વિલેજ કિસામા ખાતે 1લી ડિસેમ્બરથી થઇ જે 10મી ડિસેમ્બર સુધી યોજાનાર છે.
- નાગાલેન્ડ રાજયના સૌથી મોટા સાંસ્કૃતિક ઉત્સવ ''ધ હોર્નબિલ ફેસ્ટિવલ"ની આ 23મી આવૃત્તિ છે.
- 10 દિવસના ઉત્સવમાં મુલાકાતીઓને એક જ જગ્યાએ તમામ નાગા જાતિઓ, તેમની સંસ્કૃતિ અને વિશિષ્ટતાના રિંગ સાઇડ વ્યૂને જોવાની તક મળશે.
- ઉપરાંત ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, હોર્નબિલ મ્યુઝિક ફેસ્ટિવલ, ફોટો ફેસ્ટ, ફેશન શો, એડવેન્ચર સ્પોર્ટ્સ, નાઇટ કાર્નિવલ, હોર્ટીસ્કેપ વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.