- વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ ફિનલેન્ડના તુર્કુમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ગોલ્ડ ટૂર 2024ની મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
- આ ચેમ્પિયનશિપ પાવો નુર્મી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી.
- તેણે 85.97 મીટર સુધી બરછી ફેંકી આ ગોલ્ડ મેડલ મેળવ્યો.
- નીરજ ચોપરા 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લેશે.
- ટોની કેરાનેને 84.19 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ અને ઓલિવિયર હેલેન્ડરે 83.96 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.