- ઈસ્ટ કોસ્ટ રેલ્વેની માલિકીના વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનને ગ્રીન કોન્સેપ્ટ અપનાવવા બદલ ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) દ્વારા પ્લેટિનમ રેટિંગ સાથેનું 'ગ્રીન રેલ્વે સ્ટેશન પ્રમાણપત્ર' એનાયત કરવામાં આવ્યુ.
- પ્લેટિનમ રેટિંગ IGBC દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ રેટિંગ છે. આ પહેલને અપનાવવાથી પર્યાવરણની નકારાત્મક અસરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
- વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશન આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર મેળવનાર દેશના કેટલાક મોટા રેલ્વે સ્ટેશનોમાંનું એક છે. વિશાખાપટ્ટનમને પર્યાવરણની 6 વિવિધ કેટેગરીમાં 100 માંથી 82 માર્ક્સ મળ્યા છે .
- ગ્રીન રેલ્વે સ્ટેશન રેટિંગ સિસ્ટમ ભારતીય રેલ્વેના પર્યાવરણ નિર્દેશાલય દ્વારા IGBC સાથે મળીને આપવામાં આવે છે. જેમાં તે પાણીનું સંરક્ષણ, કચરા વ્યવસ્થાપન, ઉર્જા કાર્યક્ષમતા, અશ્મિભૂત ઇંધણનો મર્યાદિત ઉપયોગ, કુદરતી સામગ્રીના ઉપયોગ પર ન્યૂનતમ નિર્ભરતા, અને વપરાશકર્તાઓની આરોગ્ય અને સુખાકારી જેવા માપદંડો આધારે રેટિંગ આપવામાં આવે છે.
- વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશને ટકાઉ સુવિધાઓ, આરોગ્ય, સ્વચ્છતા, ઉર્જા અને પાણીની કાર્યક્ષમતા, સ્માર્ટ ગ્રીન પહેલ, નવીનતા અને વિકાસ જેવી શ્રેણીઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
