ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ (NEP)નો અમલ કરાશે.

  • આ અમલ ટાસ્ક ફોર્સની ભલામણ અનુસાર કરવામાં આવશે જેમાં શૈક્ષણિક માળખું 5 + 3 + 3 + 4 મુજબ રહેશે. 
  • આ નીતિ મુજબ ધોરણ 1 પહેલાના વર્ષને બાલવાટિકા તરીકે ઓળખવામાં આવશે જે 5 વર્ષથી વધુ અને છ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. 
  • બાલવાટિકાનો અભ્યાસક્રમ GCERT દ્વારા તૈયાર કરવામાં આવશે. 
  • રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ કે જે ધોરણ 1થી શરુ થતી હોય તેઓએ આગામી વર્ષથી ફરજિયાત બાલવાટિકા શરુ કરવાની રહેશે. 
  • આગામી શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ 5 વર્ષ પૂરા કરનારા બાળકોને બાલવાટિકામાં તેમજ 6 વર્ષ પૂરા કરનાર બાળકોને ધોરણ 1 માં પ્રવેશ અપાશે. 
  • બાલવાટિકામાં શિક્ષકો માટેની લાયકાત પણ PTC જ રહેશે. 
  • રાજ્યમાં ચાલી રહેલ ખાનગી પ્રિ-સ્કૂલ માટે સરકાર દ્વારા અલગ નિયમો તૈયાર કરવામાં આવશે.
Implementation of new education policy in the state of Gujarat from the new academic year

Post a Comment

Previous Post Next Post