નિવૃત્ત ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ કાયદા પંચના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો.

  • નિવૃત્ત જસ્ટિસ અવસ્થી 11 ઓક્ટોબર, 2021 થી 2 જુલાઈ, 2022 સુધી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.  
  • વર્તમાન કાયદા પંચની રચના 21 ફેબ્રુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી જે 22મી કાયદા પંચ છે.
  • આ પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક આયોગ દ્વારા કરવામાં આવે છે.
  • કાયદા પંચ જટિલ કાયદાકીય મુદ્દાઓ પર સરકારને સલાહ આપે છે.
  • જસ્ટિસ કે.ટી. શંકરન, પ્રોફેસર આનંદ પાલીવાલ, પ્રોફેસર ડી.પી.  વર્મા, પ્રોફેસર રાકા આર્ય અને એમ. કરુણાનિધિને કમિશનના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • કાયદા પંચ (લો કમિશન ઑફ ઇન્ડિયા) એ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક કારોબારી સંસ્થા છે.
  • કમિશનનું કાર્ય ભારત સરકારની કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહકાર સંસ્થા તરીકે કામ કરવાનું છે.
  • આ પંચ કાયદાકીય નિષ્ણાતોથી બનેલું છે, તેના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવે છે.  
  • કમિશનના છેલ્લા અધ્યક્ષ ઓગસ્ટ 2018માં નિવૃત્ત થયા હતા અને ત્યારથી તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું નથી.
  • ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1833ના ચાર્ટર એક્ટ હેઠળ પ્રથમ કાયદા પંચની સ્થાપના કરવામાં આવી હતી અને તેની અધ્યક્ષતા લોર્ડ મેકોલે દ્વારા કરવામાં આવી હતી.  
  • સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના 1955માં ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવી હતી.  
  • ત્યારથી કુલ 21 એકવીસ કમિશનની સ્થાપના કરવામાં આવી છે.  
  • કાયદા પંચના છેલ્લા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એસ.  ચૌહાણ, જેમણે 31 ઓગસ્ટ 2018 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યાર બાદ નવા કાયદા પંચની રચના થઈ શકી નહોતી.
Retired HC chief justice Ritu Raj Awasthi takes charge as law commission head

Post a Comment

Previous Post Next Post