- ICC T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું.
- આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા જે વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો.
- આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 16.2 ઓવરમાં 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
- વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકલસ પુરને મેચમાં કુલ 8 સિક્સર ફટકારી અને વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બન્યો.
- નિકોલસ પૂરનની 98 રનની ઇનિંગ વર્તમાન ટૂર્નામેન્ટનો આ મેચમાં સર્વોચ્ચ સ્કોર બન્યો.
- T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર હતો.
- તેઓની ટીમે પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા.
- અગાઉ 2014માં નેધરલેન્ડે આયર્લેન્ડ સામે પાવરપ્લેમાં 91 રન બનાવ્યા હતા.
- આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનો સૌથી મોટો સ્કોર છે ઉપરાંત T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે.
- આ પહેલા ટીમે 2007 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા.