- બિહારના નાગી અને નક્તી પક્ષી અભયારણ્યને રામસર સાઇટમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેનાથી દેશમાં વેટલેન્ડની સંખ્યા 82 થઈ ગઈ છે.
- નાગી અને નક્તી પક્ષી અભયારણ્યનો કુલ વિસ્તાર 544.37 હેક્ટર છે.
- ભારત ચીન સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને આવી ગયું છે.
- યુનાઇટેડ કિંગડમ (યુકે) સૌથી વધુ રામસર સાઇટ્સ વેટલેન્ડ્સ સાથે પ્રથમ, છે. મેક્સિકો 144 વેટલેન્ડ સાથે બીજા ક્રમે છે
- દેશમાં રામસર સાઇટ્સનો કુલ વિસ્તાર વધીને 13.32 લાખ હેક્ટર થયો છે.
- રામસર સાઇટ્સમાં વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે જ્યાં જમીન ભેજવાળી હોય છે અને વરસાદ દરમિયાન પાણી એકઠું થાય છે.
- યુનેસ્કોએ 1971માં 'રામસર સંમેલન'ની શરૂઆત કરી હતી.
- તેનું નામ ઈરાનના રામસર શહેર પરથી રાખવામાં આવ્યું હતું, જ્યાં પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી.
- જ્યારે રામસર સાઇટનો સમાવેશ થાય છે, ત્યારે તે સ્થળને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળે છે.