ઓમ બિરલાએ 20 વર્ષમાં સાંસદ તરીકે ફરીથી ચૂંટાયેલા પ્રથમ લોકસભા સ્પીકર બન્યા.

  • લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કોટા સંસદીય સીટ પર 41,139 થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી.
  • કોટાના લોકસભા સભ્ય ભાજપના બિરલા 2019માં લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને  2024માં, બિરલાએ કોંગ્રેસના પ્રહલાદ ગુંજાલને હરાવીને કોટા સંસદીય બેઠક જાળવી રાખી હતી.
  • તેઓ 2014થી આ સીટ પરથી સાંસદ છે.  આ સાથે તેઓ 20 વર્ષમાં નીચલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા પ્રથમ પ્રિસાઇડિંગ ઓફિસર બન્યા.  
  • નીચલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા છેલ્લા લોકસભા અધ્યક્ષ P.A. સંગમા, જેઓ 1996 થી 1998 સુધી 11મી લોકસભાના પ્રેસિડિંગ ઓફિસર હતા.  
  • તે સમયે કોંગ્રેસના સભ્ય રહેલા સંગમા 1998ની લોકસભા ચૂંટણીમાં મેઘાલયના તુરાથી ફરીથી ચૂંટાયા હતા.
Om Birla Lok Sabha Speaker

Post a Comment

Previous Post Next Post