કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રેન્કિંગ પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

  • કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા National Institutional Ranking Framework (NIRF) રેન્કિંગ 2021ની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ રેન્કિંગમાં દેશની ટોપ-100 શિક્ષણ સંસ્થાઓમાં પહેલા 8 નંબર પર માત્ર IIT છે જ્યારે ટોપ 10 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પણ ટોપની 6 IIM અને ત્રણ IIT છે. 
  • ઓવરઓલ રેન્કિંગમાં આઇઆઇટી મદ્રાસ સતત ત્રીજા વર્ષે ટોપ પર છે તેમજ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પહેલા રેન્કિંગથી અત્યાર સુધી તે સતત છઠ્ઠી વાર પહેલા નંબર પર રહી છે. 
  • આ રેન્કિંગમાં ગુજરાતની IIM અમદાવાદ પ્રથમ ક્રમ, ગુજરાત યુનિવર્સિટી 43, એમ એસ યુનિવર્સિટી 90, આઇઆઇટી ગાંધીનગર 22, પીડીપીયુ ગાંધીનગર 68 તેમજ ઇરમા 55માં ક્રમ પર છે.
NIRF Ranking 2021


Post a Comment

Previous Post Next Post