ભારતીય વાયુસેના દ્વારા રાજસ્થાનના બાડમેરમાં નેશનલ હાઇ-વે પર વિમાનનું સફળ લેન્ડિંગ કરાયું.

  • ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ તથા ટ્રાન્સપોર્ટ સી-130નું રાજસ્થાનના બાડમેરના રાષ્ટ્રીય રાજમાર્ગ પર સફળ લેન્ડિંગ કરીને સફળ પરીક્ષણ કરાયું હતું. 
  • બાડમેર એક સ્ટ્રેકેજિક લોકેશન છે જ્યાથી બાલાકોટ જેવી એર સ્ટ્રાઇક 1-2 કલાકમાં કરી શકાય છે. 
  • આ એરસ્ટ્રિપથી પાકિસ્તાનની સરહદ માત્ર 40 કિ.મી. છે તેમજ હવાઇ અંતર 10 કિ.મી.થી પણ ઓછું છે. 
  • હાલ દેશમાં કુલ 25 ઇમરજન્સી એરસ્ટ્રીપ તૈયાર થઇ રહી છે જેમાંથી 13ને સિક્રેટ રાખવામાં આવનાર છે અને 12ના નામની જાહેરાત કરવામાં આવશે. 
  • આ પ્રકારની એરસ્ટ્રીપ 3 કિમી લાંબી, 33 મીટર પહોળી હોય છે જેના બન્ને છેડે પાર્કિંગ તેમજ ઇમરજન્સી માટે એરટ્રાફિક કન્ટ્રોલરની સુવિધા પણ હોય છે.
Badmer Landing on Road


Post a Comment

Previous Post Next Post