સુનીલ છેત્રીએ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી.

  • 39 વર્ષીય સુનીલે પોતાની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ કુવૈત સામે રમી હતી જે ગોલ રહિત ડ્રો રહી હતી.
  • સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ભારતનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.
  • તેણે તેની 19 વર્ષની કારકિર્દીમાં 94 ગોલ કર્યા છે.
  • સૌથી વધુ ગોલ કરનાર વિશ્વના સક્રિય ફૂટબોલરોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે.
  • તે સક્રિય ખેલાડી છે જેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે.
  • તે 150 મેચોમાં એક ડઝન ટ્રોફી સાથે ભારતીય ફૂટબોલનો G.O.A.T, એટલે કે સર્વકાલીન મહાન ખેલાડી રહ્યો છે.
  • તેમને વર્ષ 2021માં ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  • તેમને વર્ષ 2019માં પદ્મશ્રી અને વર્ષ 2011માં અર્જુન એવોર્ડ મળ્યો હતો.
  • સુનીલ છેત્રીનો જન્મ 3 ઓગસ્ટ 1984ના રોજ સિકંદરાબાદમાં થયો હતો.
Sunil Chhetri announces retirement

Post a Comment

Previous Post Next Post