- આ સાથે ભારતે મ્યુનિક, જર્મનીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપમાં તેનું પહેલું ગોલ્ડ મેળવ્યું.
- સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
- તેણે 8 ખેલાડીઓની ફાઇનલમાં 242.7નો સ્કોર કર્યો હતો.
- ચીનની બુ શુઆઈ હેંગ 242.5ના સ્કોર સાથે બીજા ક્રમે અને જર્મનીના રોબિન વોલ્ટરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- સરબજોત સિંહે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2023ની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો.
- તેણે 2017 થી શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.