- હંગેરીના સ્ટોટરલી જોજુલીમાં પદયાત્રીઓ માટે વિશ્વનો સૌથી લાંબો બે-માર્ગી સસ્પેન્શન બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
- આ પુલની લંબાઈ લગભગ 800 મીટર અને પહોળાઈ 1.2 મીટર છે.
- આ પુલનું નામ “નેશનલ યુનિટી પુલ' છે.
- આ પુલ વોર હિલ અને ઝાર હિલની વચ્ચે બનાવવામાં આવ્યો છે.
- આ પુલ જમીનથી 80 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો હતો.
- આ પુલને 6 કેબલના ટેકાથી બાંધવામાં આવ્યો છે.
- આ પુલ ઝેમ્પ્લેન એડવેન્ચર પાર્કનો એક ભાગ છે.
- આ બ્રિજ બનાવવા માટે 99 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.