- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના 5 બિન-સ્થાયી સભ્યોને પસંદ કરવા માટે મતદાન થયું હતું જેમાં પાકિસ્તાનને અસ્થાયી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું.
- 193 સભ્યોની UNSCએ ગુપ્ત મતદાન દ્વારા 5 દેશોની પસંદગી કરી હતી.
- પાકિસ્તાન ઉપરાંત ડેનમાર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયાની પણ પસંદગી કરવામાં આવી છે.
- આ દેશોએ UNSCમાં જાપાન, એક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝર્લેન્ડનું સ્થાન લીધું છે જેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે.
- નવા નિયુક્ત દેશો બે વર્ષ માટે 1 જાન્યુઆરી, 2025 થી 2026 માટે વિશ્વની સૌથી મોટી સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય રહેશે.
- આફ્રિકન અને એશિયા-પેસિફિક દેશોની બે બેઠકો માટે, સોમાલિયાને 179 અને પાકિસ્તાનને 182 મત મળ્યા.
- લેટિન અમેરિકન અને કેરેબિયન દેશો માટે, પનામાને 183 મત મળ્યા.
- પશ્ચિમ યુરોપિયન અને અન્ય દેશો માટે, ડેનમાર્કને 184 મત મળ્યા અને ગ્રીસને 182 મત મળ્યા.
- UNSCમાં કુલ 15 સભ્ય દેશો છે, જેમાંથી 5 કાયમી અને 10 અસ્થાયી છે.
- સ્થાયી સભ્યોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
- સુરક્ષા પરિષદમાં 2 વર્ષ માટે 10 અસ્થાયી દેશો સામેલ કરવામાં આવે છે.