- આ માટે ગરુડ એરોસ્પેસ અને સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની ની સંપૂર્ણ માલિકીની HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ)ની પેટાકંપની નૈની એરોસ્પેસ દ્વારા સંયુક્ત વિકાસ ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- જે ગરુડને વિવિધ એપ્લિકેશનો માટે અદ્યતન ચોકસાઇવાળા ડ્રોન બનાવવા માટે સક્ષમ બનાવશે.
- આગામી સમયમાં ગરુડ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવનાર ડ્રોન લગભગ 25 કિલોગ્રામ પેલોડ વહન કરવામાં સક્ષમ હશે.
- ગરુડ એરોસ્પેસ 30 પ્રકારના ડ્રોનનું ઉત્પાદન કરે છે અને 50 પ્રકારની સેવાઓ પૂરી પાડે છે.
- ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ગરુડ એરોસ્પેસમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર છે.