- સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકર રોલિંગ સ્ટોનના 200 સર્વશ્રેષ્ઠ ગાયકોમાં 84મા સ્થાને છે.
- મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલા લતા મંગેશકરને સંગીતના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન બદલ ભારત સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
- તેણી 1948 અને 1987 ની વચ્ચે સૌથી વધુ ગીત રેકોર્ડ કરેલ કલાકારનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે.
- તેઓનું ફેબ્રુઆરી 2022 માં 92 વર્ષની વયે નિધન થયું.
- આ યાદીના ટોચના 20 કલાકારોમાં 1. અરેથા ફ્રેન્કલિન, 2. વ્હિટની હ્યુસ્ટન, 3. સેમ કૂક, 4. બિલી હોલિડે, 5. મારિયા કેરી, 6. રે ચાર્લ્સ, 7. સ્ટીવી વન્ડર, 8. બેયોન્સ, 9. ઓટિસ રેડિંગ, 10. અલ ગ્રીન, 11. લિટલ રિચાર્ડ, 12. જ્હોન લેનન, 13. પેટ્સી ક્લાઇન, 14. ફ્રેડી મર્ક્યુરી, 15. બોબ ડાયલન, 16. પ્રિન્સ, 17. એલ્વિસ પ્રેસ્લી, 18. સેલિયા ક્રુઝ, 19. ફ્રેન્ક સિનાટ્રા અને 20. માર્વિન ગે. નો સમાવેશ કરવામાં આવ્યો છે.