ઓડિશાની ગંધમર્દન ટેકરીઓને જૈવવિવિધતા હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો.

  • ઓડિશાના બોલાંગીર-બારગઢ જિલ્લાઓમાં ફેલાયેલી અને 'આયુર્વેદિક દવાઓની ખાણ' તરીકે ઓળખાતી ગંધમર્દન પહાડીઓને જૈવવિવિધતા નિયમો-2012 હેઠળ 'Biodiversity Heritage Site'નો દરજ્જો આપવામાં આવ્યો. 
  • આ પહોડીઓ લગભગ 190 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે.
  • તે કંધમાલ જિલ્લાના મંદસૂરુ ગોર્જ અને ગજપતિના મહેન્દ્રગઢ પછી રાજ્યનું ત્રીજું જૈવવિવિધતા ધરાવતું સ્થળ બનશે.
  • આ પર્વતીય પ્રદેશમાં 1,055 છોડની પ્રજાતિઓ છે, જેમાંથી ઘણી ઔષધીય છે. પ્રાણીઓની 500 પ્રજાતિઓ પણ અહીં રહે છે.
  • ગંધમર્દન આસામના માજુલી ટાપુ, બેંગ્લોરના નલ્લુર ટેમરિન્ડ ગ્રોવ, મેઘાલયના ખ્લાવ કુર સાયમ કિમીઇંગ પવિત્ર ગ્રોવ અને મધ્ય પ્રદેશના નારો હિલ્સ સાથે ભારતનું 37મું જૈવવિવિધતા ધરોહર સ્થળ બની ગયું છે.
Gandhamardan hills become 3rd biodiversity heritage site in Odisha

Post a Comment

Previous Post Next Post