- યુનિયન મીનીસ્ટર શ્રી પિયુષ ગોયળ દ્વારા 'Bharat Dal' નામ હેઠળ સબસિડીવાળી ચણાની દાળનું વેચાણ 30 કિલોના પેક માટે રૂ. 60 પ્રતિ કિલો અને રૂ. 55 પ્રતિ કિલોના ભાવે શરૂ કરવામાં આવ્યું.
- કેન્દ્ર સરકાર દ્વારા ચણાના સ્ટોકને ચણાની દાળમાં રૂપાંતરિત કરીને ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ પહેલ શરૂ કરવામાં આવી છે.
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચણાની દાળ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન-નાફેડના રિટેલ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવે છે. આ સિવાય તે કેન્દ્રીય ભંડાર અને સફલ આઉટલેટ્સમાં પણ ઉપલબ્ધ છે.