- તેઓએ આ માટે નવા સભ્ય દેશોની યાદીમાંથી આર્જેન્ટિનાના નામને હટાવવા માટે ભારત સહિત અન્ય BRICS નેતાઓને પત્ર લખ્યો.
- નવેમ્બરમાં આર્જેન્ટિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમણેરી નેતા જેવિયર મિલાનો વિજય થયો હતો.
- 1 જાન્યુઆરીએ 6 નવા દેશો સત્તાવાર રીતે BRICS ના સભ્ય બનવાના હતા જેમાં ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા, સાઉદી અરેબિયા, યુએઈ અને આર્જેન્ટીનાનું નામ હતું.
- વિશ્વના વિકાસશીલ અને ગરીબ દેશોના પ્રતિનિધિત્વ માટે બ્રિક્સ સંગઠનની રચના કરવામાં આવી હતી.
- BRICS એ પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમૂહ છે.
- આ 5 દેશો વિશ્વની વસ્તીમાં 42%, જીડીપીમાં 27% અને વૈશ્વિક વેપારમાં 18% યોગદાન આપે છે.
- ભારતે 2012 અને 2016માં બ્રિક્સ સમિટનું આયોજન કર્યું છે.