- બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત કાઠમંડુથી 50 કિમી પૂર્વમાં કાભરે જિલ્લામાં બિરેન્દ્ર પીસ ઓપરેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજવામાં આવી છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સહિત 19 દેશોના 1,125 સૈન્ય જવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
- 4 માર્ચ સુધી ચાલનારી આ કવાયતનો ઉદ્દેશ્ય યુએન મિશન અને ઓપરેશનલ લેવલ સ્ટાફ ટ્રેનિંગ (STE)માં તૈનાત પહેલા વિવિધ સ્તરે આંતરસંચાલનક્ષમતા અને પીસકીપિંગ કૌશલ્ય વધારવાનો છે.
- આ કવાયતનું આયોજન યુએસ સરકારના ગ્લોબલ પીસ ઓપરેશન ઈનિશિએટિવની મદદથી અને નેપાળ આર્મી અને યુએસ આર્મીના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે.સંયુક્ત સૈન્ય અભ્યાસમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી રશેલ શિલર કરી રહ્યા છે.