પ્રધાન મંત્રી દ્વારા વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી.

  • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સહકારી ક્ષેત્રને ઉત્તેજન આપવાનો છે અને PACSનું વિસ્તરણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનો પાયલોટ પ્રોજેક્ટ લાખો ખેડૂતોને લાભ આપતા ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને શાસનને વધારવાનો છે.
  • આ જાહેરાત જ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહમાં કરવામાં આવી.
  • આ યોજના હેઠળ PACS ગોડાઉનોને ખાદ્ય અનાજ પુરવઠા શૃંખલામાં એકીકૃત કરવાનો, ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
  • નાબાર્ડ દ્વારા સમર્થિત અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) ની આગેવાની હેઠળ, આ પ્રોજેક્ટ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) અને એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (AMI) સહિત વિવિધ યોજનાઓને zએકીકૃત કરે છે.
  • PM મોદીએ દ્વારા દેશભરમાં વધારાના 500 PACSનો શિલાન્યાસ કર્યો, જેમાં ગોડાઉન અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સુવિધા હતી.
  • આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર PACSને હાલની યોજનાઓ હેઠળ સબસિડી અને વ્યાજ સબવેન્શનનો લાભ મળશે.
  • પહેલનો ઉદ્દેશ્ય PACS ને વ્યાપક કૃષિ માળખામાં એકીકૃત કરવાનો, કાર્યક્ષમતા અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરવાનો છે.
  • PACS નું ડિજિટલ ટ્રાન્સફોર્મેશ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશમાં 18,000 PACSના કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 
  • આ પ્રોજક્ટ માટે 2,500 કરોડથી વધુના બજેટ ફાળવવામાં આવ્યું છે.
PM Modi unveils 11 godowns under world’s largest grain storage plan

Post a Comment

Previous Post Next Post