ભારતીય વાયુસેના અને નૌકાદળના કાફલામાં ઇઝરાયેલમાં વિકસિત રેમ્પેજ મિસાઇલોને સામેલ કરવામાં આવી.

  • આ મિસાઈલ લગભગ 250 કિલોમીટરની રેન્જમાં લક્ષ્યાંકને મારવામાં સક્ષમ છે.  
  • રેમ્પેજ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમને ડીકોડ કરવામાં સક્ષમ છે.  
  • આ મિસાઈલ એ લાંબા અંતરની હવાથી જમીન સુપરસોનિક મિસાઈલ છે.
  • સુપરસોનિક એટલે કે આ મિસાઈલ ધ્વનિની ગતિ કરતા પણ વધુ ઝડપે લક્ષ્ય પર હુમલો કરી શકવામાં સક્ષમ મિસાઈલ જેને હાઇ-સ્પીડ લો ડ્રેગ-માર્ક 2 મિસાઇલ પણ કહેવામાં આવે છે.  
  • ભારતીય સેનામાં જગુઆર ફાઈટર એરક્રાફ્ટ ઉપરાંત ભારતીય વાયુસેનાએ રશિયન ફાઈટર પ્લેન સુખોઈ-30 એમકેઆઈ અને મિગ-29ને રેમ્પેજ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યા છે.  
  • આ મિસાઈલ ભારતીય ફાઈટર પાઈલટોને કોમ્યુનિકેશન સેન્ટર અથવા રડાર સ્ટેશન જેવા લક્ષ્યો પર હુમલો કરવા અને તેને નષ્ટ કરવામાં મદદ કરશે.  
  • તે એન્ટી-જામિંગ ક્ષમતાઓ સાથે GPS/INS માર્ગદર્શન નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે.
  • ઈઝરાયેલમાં વિકસિત રેમ્પેજ મિસાઈલ સ્પાઈસ-2000 મિસાઈલ કરતા પણ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે છે.
  • 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  
  • રશિયન Su-30 સાથે આ મિસાઇલોનું એકીકરણ રશિયન એરક્રાફ્ટ ફ્લીટની તાકાતને વેગ આપશે જે હવે 400 કિમીથી વધુની રેન્જ ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલો ઉપરાંત લાંબા અંતરની હવાથી જમીન પર પ્રહાર કરી શકે છે. 
  • 4 રેમ્પેજ મિસાઇલ એક સમયે એરક્રાફ્ટમાં ફીટ કરી શકાય છે.    
  • આ સિવાય તે સ્ટેન્ડ-ઓફ હથિયાર છે.  જે લાંબા અંતરથી લક્ષ્ય પર છોડવામાં આવે છે, જેથી લક્ષ્યનો નાશ થાય અને દુશ્મન વિસ્તારના હુમલાથી કોઈ નુકસાન ન થાય તેને સ્ટેન્ડ-ઓફ હથિયારો કહેવાય છે.
  • ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના રિપોર્ટ અનુસાર રેમ્પેજ મિસાઈલ 47 મીટર લાંબી અને 570 કિલો વજનની છે.  
  • તે એરફોર્સ બેઝ, કંટ્રોલ ટાવર, લોજિસ્ટિક્સ સેન્ટર અને કમાન્ડ પોસ્ટને નિશાન બનાવવામાં અસરકારક છે.
IAF And Indian Navy Induct Rampage Missile For Enhanced Strike Capabilities

Post a Comment

Previous Post Next Post