- The Securities and Exchange Board of India (SEBI) દ્વારા ઈન્ડિયન સિક્યુરીટી માર્કેટમાં માન્યતાપ્રાપ્ત રોકાણકારો (Accredited Investors) ની કેટેગરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણય દ્વારા વ્યક્તિ અથવા સંસ્થાની કુલ સંપત્તિ / આવકના આધારે માન્યતાપ્રાપ્ત રોકાણકારોની ઓળખ આપાશે.
- જેમાં વ્યક્તિગત, હિંદુ અવિભક્ત પરિવાર (Huf), ફેમેલી ટ્રસ્ટ, વેપારી, ભાગીદારી કંપની, ટ્રસ્ટ અને કોર્પોરેટ આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરી શકશે.
- આ નિર્ણય બાદ વ્યક્તિગત, HUF, ફેમિલી ટ્રસ્ટ અને એકલ વેપારી માટે ઓછાંમાં ઓછી 2 કરોડની વાર્ષિક આવક, સંસ્થાઓ માટે ઓછાંમા ઓછી 1 કરોડની વાર્ષિક આવક અને ફેમિલી ટ્રસ્ટ સિવાયના ટ્રસ્ટ અને કોર્પોરેટ માટે 50 કરોડની સંપત્તિનો માપદંડ રખાયો છે.
