- આ ઘટનાને ક્લાઇમેટ ચેન્જની દૃષ્ટિએ સૌથી મહત્વની ભૌગોલિક ઘટના ગણવામાં આવી રહી છે.
- આ ટાપુ ઉત્તર અમેરિકા અને રાજકીય રીતે યુરોપ સાથે જોડાયેલો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે જ્યા હાલમં જ 3000થી વધુ મીટરની ઊંચાઇ પર કલાકો સુધી વરસાદ થયો હોવાનું નોંધાયું છે.
- આ ટાપુ પર 1989માં સમિટ નામનું રિસર્ચ સેન્ટર સ્થપાયું છે જેણે વરસાદની સાથોસાથ એ પણ નોંધ્યું છે કે છેલ્લા એક દસકામાં આ ટાપુ પર ત્રીજી વાર તાપમાન શૂન્યથી ઉપર જતું રહ્યું છે.
- વરસાદનું પાણી બરફના ગ્લેશિયરને ઓગાળનારું ખતરનાક પરિબળ ગણાય છે જેને લીધે આ ઘટનાને ખતરા તરીકે જોવાઇ રહી છે.
- એક જાણકારી મુજબ ગ્રીનલેન્ડમાં માત્ર એક જ દિવસમાં લગભગ બે બિલિયન ટન બરફ પીગળી રહ્યો છે જેના લીધે દરિયાની જળ સપાટી ખતરાથી ઉપર જઇ રહી છે.