જર્મની દ્વારા 2024માં રમાનારી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ (યુરો કપ)ના લોગોની જાહેરાત કરવામાં આવી.

  • આ કાર્યક્રમ જર્મનીના બર્લિનના ઓલમ્પિયા સ્ટેડિયમમાં યોજાયો.
  • આ લોગો હેનરી ડેલાઉને કપની રૂપરેખા છે જેની બહાર ઓલમ્પિયા સ્ટેડિયમની છતને ઈંડા આકારમાં દેખાડવામાં આવી છે.
  • તેમાં યુરોપિયન ફૂટબોલ ફેડરેશન યએફા સાથે સંકળાયેલ 55 દેશના ધ્વજના રંગો પણ દેખાડવામાં આવ્યા છે.
  • ટ્રોફીની ચારેય બાજુએ 24 પાસા છે જે 24 ટીમોનું પ્રતિનિધિત્વ કરે છે.
  • યુરો કપની શરૂઆત 1960માં થઇ હતી જેના 2020માં 60 વર્ષ પુરા થયા હતા પરંતુ કોરોનાના કારણે આ રમત 2021 સુધી સ્થગિત કરવામાં આવી હતી. આથી આ ઉજવણી અને તેની સાથે જોડાયેલી પરમ્પારનું સન્માન કરવા માટે આ વર્ષે યોજાનાર 2021 યુરો કપનું નામ "યુરો 2020" નામ જ રાખવામાં આવ્યું છે.
  • યુરો કપ 2020ની ફાઈનલમાં ઈટાલીએ ઇંગ્લેન્ડને હરાવી ટાઈટલ જીત્યું હતું.
EURO 2024

Post a Comment

Previous Post Next Post