- નવા નિયમો મુજબ હવેથી એક મેચમાં કુલ ચાર DRS (Decision Review System) રહેશે.
- અગાઉ એક ટીમ પાસે બોલિંગ અને બેટિંગના એક એક રિવ્યુ રહેતા જેની સંખ્યા વધારીને બે કરવામાં આવી છે જેથી બન્ને ટીમના મળીને કુલ આઠ DRS થશે.
- આ સિવાય કોરોના બાબતે પણ નિયમ બનાવાયો છે કે કોરોનાના કારણે મેચ રમાડી શકાય નહી અને તેનું ફરીથી પણ આયોજન કરી ન શકાય તો જે ટીમ પોતાના 11 પ્લેયર્સને મેદાનમાં ઉતારી શકશે નહી તેને હારેલી માનવામાં આવશે.
- માંકડિંગને હવેથી રનઆઉટ શ્રેણીનો દરજ્જો અપાશે તેમજ બેટ્સમેન કેચ આઉટ થાય તો નવા બેટ્સમેને સીધા સ્ટ્રાઇકરના છેડે જવુ પડશે જે અત્યાર સુધી કેચ પકડાય તે પહેલા બેટ્સમેન છેડો બદલી નાખે તો નોન-સ્ટ્રાઇકર બેટ્સમેન સ્ટ્રાઇક લેતો હતો.