- વર્ષોથી મંદિરનું શિખર ખંડિત હતું અને હિંદુ માન્યતા મુજબ તૂટેલા શિખર પર ધજા ચઢાવી શકાય નહિ.
- પરંતુ હવે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે જેથી આ ધ્વજારોહણ કરવામાં આવ્યું.
- પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર શહેર આવેલું છે, જે મહારાજા વનરાજ ચાવડાએ તેમના જ્ઞાની મંત્રી ચંપાના નામે બંધાવ્યું હતું.
- પાવાગઢ પર્વત પર સ્થિત શક્તિપીઠ 52 શક્તિપીઠોમાંથી એક છે જેમાં માં કાલીની પૂજા થાય છે.
- ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે.
- આ સ્થળને 2004માં વિશ્વ વિખ્યાત સંસ્થા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
- આ મંદિર પર વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મોહમ્મદ બેગડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
- આ મંદિરનું પુનઃનિર્માણ કનકકૃતિ મહારાજ દિગમ્બર ભાત્રકે કરાવ્યું હતું.
- આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું.
- આ મંદિરનું ધાર્મિક મહત્વ પણ છે. મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થાન છે.
- આ પવિત્ર સ્થળ પર અદનશાહ પીરની દરગાહ આવેલી છે.
- અહીં પ્રાચીન ઋષિ વિશ્વામિત્રએ માતા કાલી માટે કઠોર તપસ્યા કરી હતી.
- પાવાગઢની ઊંચાઈ દરિયાની સપાટીથી લગભગ 762 મીટર છે.
- દર વર્ષે માધ માસની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.
- પાવાગઢની ગોદમાં વસેલું ચાંપાનેર શહેર પ્રાચીન ગુજરાતની રાજધાની ગણાય છે.