એક હજારથી વધુ લોકોની અવરજવર વાળી જગ્યાઓએ CCTV ફરજિયાત કરવામાં આવ્યા.

  • એક હજારથી વધુ લોકોની અવરજવર વાળી સંસ્થાઓ, અને જાહેર સ્થળોએ CCTV લગાડવાના ગુજરાત સરકાર જાહેર સલામતી(પગલા) અધિનિયમનો 1 ઓગસ્ટ, 2022થી અમલ કરવામાં આવશે.
  • પ્રાથમિક તબ્બકે 8 મહાનગર પાલિકાના જિલ્લાઓ અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં કાર્યરત કરવામાં આવશે.  
  • 2021,ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં જાહેર સલામતી અધિનિયમ પસાર કરવામા આવ્યો હતો.
  • આવા સ્થળોમાં ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ઔધોગિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.
  • કાયદાના અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા "જાહેર સલામતી સમિતિ" ની રચના કરવામાં આવશે.
  • નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતમાં બનેલી આ સમિતિમાં નાયબ પોલીસ અધિક્ષકથી ઉપr કક્ષાના ના હોય તેવા પોલીસ અધિકારી સચિવ રહેશે.
  • ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનર સભ્ય અને જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયશનના 3 થી વધુ નહિ તેટલા વ્યક્તિઓ પણ સભ્ય રહેશે.
  • આ નિયુક્તિનો સમયગાળો 3 વર્ષનો રહેશે.
  • જાહેર સલામતી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવી હોય તેવા એકમો-સંસ્થાઓએ આગામી 6 મહિનામાં CCTV લગાડવાના ફરજિયાત રહેશે.
  • સમિતિના સભ્યો 2 દિવસની નોટીસ આપીને સ્થળ તપાસણી કરી શકશે.
  • પી.એસ.આઇ આવા કોઈ પણ સ્થળે સીસીટીવી ફૂટેજ માંગી શકશે.
  • જેમાં કોઈ ખામી મળ્યે દંડની જોગવાઈ છે.
  • જાહેર સલામતી સમિતિના કોઈ હુકમ સામે એકમો-સંસ્થાઓ 30 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અપીલમાં જઇ શકશે.
  • જિલ્લા મેજસ્ટ્રેટ 60 દિવસોમાં અપીલ નિકાલ કરશે.
CCTV vigil mandatory in 8 Gujarat cities

Post a Comment

Previous Post Next Post