ભારત અને વિયેતનામ વચ્ચે ત્રીજી સૈન્ય કવાયત “Ex VINBAX 2022” આજથી શરૂ કરવામાં આવી.

  • “Ex VINBAX 2022” હરિયાણાના પંચકુલાના ચંડીમંદિર સૈન્ય છાવણી વિસ્તારમાં શરૂ થઈ.  
  • આ કવાયત 20 ઓગસ્ટ સુધી ચાલશે.  
  • આ વર્ષની કવાયતની મુખ્ય થીમ યુએન પીસકીપિંગ મિશન હેઠળ "એન્જિનિયરિંગ કોર્પ્સ અને મેડિકલ ટીમોની ભરતી અને તૈનાત" છે. 
  • હાલ ભારત યુએન પીસકીપર્સને કૌશલ્ય, ઓપરેશનલ અને વ્યૂહાત્મક તાલીમ પણ આપી રહ્યું છે.
  • આ કવાયતમાં ભારતીય સેનાની 105 એન્જિનિયર રેજિમેન્ટના સૈનિકો ભાગ લઈ રહ્યા છે. 
  • જેમાં કુદરતી અને અન્ય આફતો દરમિયાન સહાય અને રાહત કામગીરીને લગતી કવાયત કરવામાં આવશે.
  • બંને દેશો વચ્ચે છેલ્લી કવાયત 2019માં વિયેતનામમાં થઈ હતી.
  • વિયેતનામ ભારતની એક્ટ-ઈસ્ટ અને ઈન્ડો-પેસિફિક નીતિનું મુખ્ય ભાગીદાર છે.
Ex VINBAX 2022

Post a Comment

Previous Post Next Post