ભારતની સરહદ પર મહિલા ઊંટ સવાર ટીમ તૈનાત થશે.

  • આ મહિલા ઊંટ સવાર ટીમ વિશ્વમાં પ્રથમ મહિલા ઊંટ સવાર ટીમ છે કે જે કોઈ દેશની સીમાનું રક્ષણ કરતી હોય.
  • આ મહિલા ટીમ દેશની પશ્ચિમી સરહદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.
  • BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવાર ટીમ તૈયાર કરવામાં આવી.
  • આ ટીમને 1 ડિસેમ્બરે બોર્ડર ગાર્ડ ફોર્સના સ્થાપના દિવસ પર જાહેર કરવામાં આવશે.  
  • આ પછી, આ ટીમને રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત કરવામાં આવશે.
  • ભારતનું Border Security Force - BSF (સરહદ રક્ષક દળ) સમગ્ર વિશ્વમાં સૌથી મોટું દળ છે.  
  • બોર્ડર સિક્યોરિટી ફોર્સની રચના પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદોને સુરક્ષિત કરવા માટે 1, ડિસેમ્બર, 1965માં કરવામાં આવી હતી. 
  • 'જીવન માટે ફરજ' આ દળનું મુખ્ય વાક્ય છે.
  • હાલમાં સીમા સુરક્ષા દળની 188 બટાલિયન સરહદની સુરક્ષામાં તૈનાત છે.  
  • BSF 1લી ડિસેમ્બરે 58મો રાઈઝિંગ ડે ઉજવશે.
BSF female camel riding squad ready will be deployed in border areas - Rajasthan

Post a Comment

Previous Post Next Post