- 2023 માં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G20 નેતાઓની સમિટ યોજાશે.
- જેમાં બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને UAE આ કાર્યક્રમમાં "મહેમાન દેશો" રહેશે.
- ભારત હાલમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને ભારતનો સમાવેશ કરતી G20 ટ્રોઇકા [વર્તમાન, અગાઉની અને આવનારી G20 પ્રેસિડન્સી]નો ભાગ છે.
- 2023માં ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ ટ્રોઇકા બનાવશે.
- આ પ્રથમ વખત હશે જ્યારે ટ્રોઇકા ત્રણ વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરશે.
- G20 માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુ.કે., યુએસએ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.