- એશિયા એરગન ચેમ્પિયનશિપ 19 તારીખ સુધી રમાશે.
- નવી એશિયન રેન્કિંગ સિસ્ટમ બાદ આ પ્રથમવાર એરગન ચેમ્પિયનશિપ રમાઈ રહી છે.
- ભારતમાંથી મનુ ભાકર, મેહુલી ઘોષ, અર્જુન બબુતા અને દિવ્યાંશ સિંહ પંવાર સહીત 36 ખેલાડીઓની ભારતીય ટુકડી તેમાં ભાગ લેશે.
- મનુ ભાકર 10 મીટર જુનિયર એર પિસ્તોલ સ્પર્ધામાં, જ્યારે મેહુલી ઘોષ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે.
- યશસ્વી જોશી 10 મીટર એર પિસ્તોલ યુવા મહિલા સ્પર્ધામાં ભાગ લેશે.
- અર્જુન બબુતા પુરુષો માટેની 10 મીટર એર રાઈફલમાં અને દિવ્યાંશસિંહ પન્વર જુનિયર પુરૂષ વર્ગમાં ભાગ લેશે.