- 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજાશે.
- 'ગોલ્ડન પીકોક' એવોર્ડ માટે કુલ 15 ફિલ્મો સ્પર્ધામાં હશે, જેમાં 12 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે.
- આ ફેસ્ટિવલની જ્યુરીમાં ઇઝરાયેલના લેખક અને ફિલ્મ દિગ્દર્શક નાદવ લેપિડ, અમેરિકન ફિલ્મ નિર્માતા જીંકગો ગોટોહ, ફ્રેન્ચ ફિલ્મ સંપાદક પાસ્કલ ચવાન્સ, ફ્રેન્ચ દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, ફિલ્મ વિવેચક અને પત્રકાર જેવિયર એંગ્યુલો બાર્ટુરેન અને ભારતના નિર્દેશક સુદીપ્તો સેનનો સમાવેશ થાય છે.
- આ વર્ષે સ્પર્ધાની શ્રેણીની ફિલ્મોમાં પોલિશ ફિલ્મ નિર્માતા ક્રિઝ્ઝટોફ ઝાનુસીની પરફેક્ટ નંબર, મેક્સીકન ફિલ્મ નિર્માતા કાર્લોસ ઇશેલમેન કૈસરની રેડ શુઝ, ઈરાની ડ્રામા નો એન્ડ અને હિન્દી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ છે.