કેન્દ્ર દ્વારા 'G20 Digital Innovation Alliance' અને 'Stay Safe Online Campaign' શરૂ કરવામાં આવ્યુ.

  • કેન્દ્રીય માહિતી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા G20 તૈયારી બેઠકોના ભાગરૂપે 'ગ્લોબલ ડિજિટલ ઈનોવેશન એલાયન્સ પ્રોગ્રામ' અને 'સ્ટે સેફ ઓનલાઈન' ઝુંબેશની શરૂઆત કરવામાં આવી.   
  • આ પ્રોગ્રામનું મુખ્ય ધ્યાન સાયબર સુરક્ષા અને સ્ટાર્ટઅપ્સની ક્ષમતા પર આધારિત છે.
  • 'Stay Safe Online Campaign' ઝુંબેશનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટને ઝડપથી અપનાવવાને કારણે ઓનલાઇન વિશ્વમાં સુરક્ષિત રહેવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.    
  • આ ઝુંબેશ તમામ વય જૂથોના નાગરિકોને, ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, કેન્દ્ર/રાજ્ય સરકારોના અધિકારીઓ વગેરેને સાયબર જોખમ અને તેની સાથે વ્યવહાર કરવાની રીતો વિશે જાગૃત કરશે.
  • આ અભિયાન અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં ચલાવવામાં આવશે.
Stay Safe Online’ Campaign and ‘G20 Digital Innovation Alliance

Post a Comment

Previous Post Next Post