- કેન્દ્ર દ્વારા વિજિલન્સ કમિશનર તરીકે કાર્યરત પ્રવીણ કુમાર શ્રીવાસ્તવને કાર્યકારી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના ચીફ સુરેશ એન પટેલનુ સ્થાન લેશે જેઓનો કાર્યકાળ 24 ડિસેમ્બરે સમાપ્ત થયેલ છે.
- સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું નેતૃત્વ CVC કરે છે અને તેમાં વધુમાં વધુ બે વિજિલન્સ કમિશનર હોઈ શકે છે.
- પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ ઉપરાંત પૂર્વ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડા અરવિંદ કુમાર અન્ય વિજિલન્સ કમિશનર છે.
- તેઓ આસામ-મેઘાલય કેડરના 1988-બેચના (નિવૃત્ત) ભારતીય વહીવટી સેવા અધિકારી છે.
- તેઓ 31 જાન્યુઆરી, 2022એ કેબિનેટ સચિવાલયના સચિવ (સંકલન) તરીકે નિવૃત્ત થયા હતા.
- CVC અને તકેદારી કમિશનરનો કાર્યકાળ ચાર વર્ષનો અથવા તેઓ ફરજ પર જોડાયાની તારીખથી 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.