- બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા ઢાકામાં દેશની પ્રથમ મેટ્રોનું લીલી ઝંડી દેખાડી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- 11.73 કિલોમીટર લંબાઈની એલિવેટેડ મેટ્રો રેલ લાઇન એ બાંગ્લાદેશની મહત્વાકાંક્ષી માસ રેપિડ ટ્રાન્ઝિટનો એક ભાગ છે, જે તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે.
- ડાયબારીથી અગરગાંવ વચ્ચે દોડતી પ્રથમ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન રાજધાની ઢાકાના ડાયબારી સ્ટેશન પર કરવામાં આવ્યું.
- આ ઐતિહાસિક પ્રસંગને ચિહ્નિત કરવા માટે સરકાર દ્વારા 50 ટાકાની એક સ્મારક નોટ અને ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવી છે.
- આ મેટ્રો રેલનું નિર્માણ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે જેના માટે જાપાન દ્વારા બાંગ્લાદેશને સોફ્ટ લોન પણ આપવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની પહેલી મેટ્રો ટ્રેનની ઓપરેટર એક મહિલા છે, જેનું નામ મરિયમ અફિઝા છે.