- આ ફિલ્મો મુંબઇ ખાતે 12 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનાર 19માં એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે.
- આ પાંચ ફિલ્મોમાં ધાડ, હેલ્લારો, રેવા, આ છે મારું ઘર અને 21મું ટિફિનનો સમાવેશ થાય છે.
- આ ફિલ્મોત્સવનો પ્રારંભ કચ્છમાં ફિલ્માવાયેલ 'ધાડ' ચલચિત્ર સાથે થશે.
- આ ફિલ્મોત્સવમાં ભારત સિવાય ઇરાન, બાંગ્લાદેશ તેમજ શ્રીલંકા જેવા પાડોશી દેશોની 30 જેટલી આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા પામેલ ફિલ્મો દર્શાવાશે.