- ઇન્ડોનેશિયાની સંસદ દ્વારા ઘણા સમયથી લંબિત આ કાયદાને પસાર કરાયો છે જે ઇન્ડોનેશિયાના નાગરિકો તેમજ ઇન્ડોનેશિયામાં વસતા વિદેશીઓ પર સમાન રુપથી લાગુ થશે.
- આ સિવાય ગર્ભનિરોધક અને ઇશ-નિંધાને પ્રોત્સાહન આપનારને પણ ગેરકાયદેસર માનવામાં આવશે.
- આ કાયદામાં ગર્ભપાતને પણ અપરાધ ગણાવાયો છે.
- જે કિસ્સામાં ગર્ભ રાખવાથી મહિલાના જીવને નુકસાન જતું હોય અથવા બળાત્કારને લીધે ગર્ભ રહ્યો હોય તેવા કિસ્સાઓમાં જ તેને અપવાદ મનાશે.
- ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, દેશના સંસ્થાનો અને રાષ્ટ્રીય વિચારધારાનું અપમાન કરવાને પણ પ્રતિબંધિત તેમજ ગેરકાયદેસર ઠેરવાયું છે.