- આ યાદીમાં પ્રથમ સ્થાન યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વાનને, બીજું સ્થાન યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડેન્ટ ક્રિસ્ટિન લેગાર્ડને તેમજ ત્રીજુ સ્થાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અપાયું છે.
- આ યાદીમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત કુલ છ ભારતીય મહિલાઓને સ્થાન અપાયું છે.
- નિર્મલા સીતારમણને આ યાદીમાં 36મું સ્થાન અપાયું છે.
- અગાઉ તેઓ વર્ષ 2019માં 34માં ક્રમે, 2020માં 41માં ક્રમે તેમજ વર્ષ 2021માં 37માં ક્રમ પર રહ્યા હતા.
- નિર્મલા સીતારમણ સિવાય આ યાદીમાં HCL ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા (53મો ક્રમ), સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ (54મો ક્રમ), સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મોન્ડલ (67મો ક્રમ), કિરણ મઝુમદાર શૉ (72મો ક્રમ) તેમજ નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર (89મો ક્રમ)નો સમાવેશ થાય છે.